સેમેસ્ટર ૨, ૪ તથા ૬ માટે ઓનલાઈન એડમીશન
જણાવેલ સમય અનુસાર પ્રવેશ મેળવી લેવાનો રહેશે અન્યથા આપનો પ્રવેશ માન્ય ગણાશે નહિ. જેની ખાસ નોંધ લેવી.
- સૌપ્રથમ આપે આપની ફી પહોંચમાં દર્શાવેલ એસ.આઈ.ડી. આપીને વર્ષ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ફોર્મમાં દર્શાવેલ માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
- ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયા બાદ. ફોર્મની પ્રિન્ટ લઇ લેવાની રહેશે.
- ત્યાર બાદ Pay Fees પર કિલક કરવાનું રહેશે.
- ફી ભરવા માટે પહેલા "Gujarat" સિલેક્ટ કરવું ત્યાર બાદ, "Educational Institute" પસંદ કરી સબમિટ આપવું.
- ત્યાર બાદ "SAMALDAS ARTS COLLEGE PRINCIPAL" સિલેક્ટ કરવું. અને "Term Fee" સિલેક્ટ કરવું.
- આપનો એસ.આઇ.ડી. આપીને સબમિટ આપવું. માહિતી તપાસ્યા બાદ ઓનલાઈન ફી ભરવી.
- ફી ભરાઈ ગયા બાદ ફી પહોંચ 3 નકલમાં પ્રિન્ટ મેળવી લેવી.
- ઓનલાઇન ફોર્મ અને ફી પહોંચ તથા જરૂરી આધારો સાથે જોડી ને કોલેજ ખાતે કાર્યાલય ના દિવસ ૨ માં અચૂક વેરીફીકેશન કરાવી લેવું.