Samaldas Arts College

"जद्रष्टि ज्ञानमयीं कृत्वा पश्येद ब्रह्मययं जगत"

Samaldas Arts College is one of the oldest colleges in the western region of India. Established in 1885 by Late Maharaja Sir Takhtasinhji of Bhavnagar...

Arts Hostel Admission Notice (2024-25)

તા. ૨૦-૦૯-૨૦૨૪
આથી શામળદાસ આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતાં અને સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓને હોસ્ટેલ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવા university ની વેબસાઇટ (www.mkbhavuni.edu.in) અથવા હોસ્ટેલ પોર્ટલ પર રજિસ્ટર થઈ તમારા Admission Form No. દ્વારા એડમિશન ફોર્મ તા. ૨૧-૦૯-૨૦૨૪ થી તા. ૨૫-૦૯-૨૦૨૪ સુધી ઓનલાઇન ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે કોલેજની વેબસાઇટ તેમજ યુનિવર્સિટી વેબસાઇટ પર આપના નામ સાથે Online Admission Form No. ની યાદી મુકવામાં આવશે. જેમાં પ્રથમ છ (૦૬) અંક ધ્યાનમાં રાખી, ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે.

Form Number List

View Form Number List PDF

જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન હોસ્ટેલ એડમિશન ફોર્મ ભર્યું છે તેઓને જ હોસ્ટેલના પ્રવેશ માટે હોસ્ટેલ એડમિશન ફી ભરવા અંગેનો SMS મોકલવામાં આવશે અને તેજ વિદ્યાર્થી તા. ૨૮-૦૯-૨૦૨૪ થી તા. ૩૦-૦૯-૨૦૨૪ સુધી ઓનલાઇન ફી ભરી શકશે.

હોસ્ટેલ ખાતે ફી ભરનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતેથી ઓનલાઇન રૂમ ફાળવણી અંગેનો SMS મોકલવામાં આવશે. તથા હોસ્ટેલ ખાતે ૦૧-૧૦-૨૦૨૪ના રોજ યોજાનાર મિટિંગની સૂચના બોર્ડ પર લગાવવામાં આવશે. ફાળવેલા રૂમનો કબ્જો જે તે વિદ્યાર્થીએ તાત્કાલિક ઓનલાઇન ફી ભર્યા બાદ કોલેજ અને હોસ્ટેલ પહોંચી પોતાનો રૂમ કબજે કરવાની કાર્યવાહી કરવી પડશે. જો ઉક્ત તારીખોમાં ફી ભરવામાં નહીં આવે તો અન્યોને આ તક આપી શકાશે.

જેના અનુસંધાને હોસ્ટેલ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Hostel Admission

View Hostel Admission PDF