Student Dashboard

News & Updates

Stay informed with the latest events, examination schedules, notices, and study materials tailored for you.

Oct 03 2026
Event

વિવિધ આંતર કોલેજ સ્પર્ધાની પસંદગીનો કાર્યક્રમ-૪

વિવિધ આંતર કોલેજ સ્પર્ધાની પસંદગીનો કાર્યક્રમ-૪ સંબંધિત વિદ્યાર્થીઓએ આ સાથે સામેલ બીડાણ ધ્યાને લેવું.
Sep 30 2026
Exam

સેમેસ્ટર-૧ પરીક્ષા ફોર્મ ભરવા બાબત

સેમેસ્ટર-૧ પરીક્ષા ફોર્મ ભરવા બાબત
સેમેસ્ટર ૧ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનીવર્સીટી પરીક્ષાના પરીક્ષા ફોર્મ તા.૦૧/10/૨૬ થી ૧૧/10/૨૦૨૬ સુધી તથા રૂ. ૧૦૦૦ લેઇટ ફી સાથે તા.૧૩/10/૨૦૨૬ થી ૧૮/10/૨૦૨૬ સુધી યુનીવર્સીટી વેબસાઈટ પર ભરી શકાશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પરીક્ષા ફોર્મ ભરતા સમયે વિષય તથા વિષય કોડ અચૂક ચકાસી લેવા.
Sep 30 2026
Exam

સેમેસ્ટર ૧ આંતરીક પરીક્ષા સમયપત્રક (REVISED)

સેમેસ્ટર ૧ આંતરીક પરીક્ષા સમયપત્રક (REVISED)
Sep 28 2026
Event

શ્રી રવિદાસજી quiz માં ભાગ લેવા બાબત

શ્રી રવિદાસજી quiz માં ભાગ લેવા અંગેનો પરિપત્ર આ સાથે સામેલ છે. સંબંધિત વિદ્યાર્થીઓએ તેની નોંધ લેવી.
Sep 28 2026
Exam

RE-TEST - INTERNAL EXAM - SEMESTER 3 & 5

TIME TABLE FOR RE-TEST (INTERNAL EXAM) SEMESTER - 3 & 5
Sep 28 2026
Event

ગુજરાત સંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા ૨૦૨૬

ગુજરાત સંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાના વિષયો અને નિયમો સંદર્ભેના પરિપત્રની નકલ આ સાથે સામેલ છે, જેની સંબંધિત સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
Sep 26 2026
Notice

સેમેસ્ટર ૧ એનરોલમેન્ટ નંબર તથા વિષય ચકાસણી

સેમેસ્ટર ૧ ના તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન લોગીન કરી (પોતાનો GCAS નંબર તથા સ્ટુડન્ટ આઈડી નંબર દાખલ કરી) પોતાનો એનરોલમેન્ટ નંબર જાણી લેવો તથા અન્ય તમામ વિગત ચકાસી લેવી. નીચે દર્શાવેલ PDF માં દરેક વિદ્યાર્થીઓએ પોતાના નામ એનારોલામેન્ત નંબર તથા વિષય તથા વિષય કોડ ચકાસી લેવા. કોઈ વિસંગતતા જણાય તો દિન ૨ માં વિદ્યાર્થીશાખાનો સંપર્ક કરવો.
Sep 25 2026
Notice

સેમેસ્ટર ૧ એનરોલમેન્ટ નંબર

સેમેસ્ટર ૧ એનરોલમેન્ટ નંબર
સેમેસ્ટર ૧ માં અભ્યાસ કરતા તમામ વિદ્યર્થીઓએ નીચે આપેલ લીંક દ્વારા પોતાનો સ્ટુડન્ટ આઈડી દાખલ કરી એનરોલમેન્ટ નંબર મેળવી લેવો. સ્ટુડન્ટ આઈડી દરેક વિદ્યાર્થીની ફી પોચમાં ફોટા નીચે આપેલ છે.
Sep 25 2026
Exam

સેમેસ્ટર-૩ અને ૫ ની ઇન્ટરનલ પરિક્ષાના રિટેસ્ટ બાબત

સેમેસ્ટર ૩ અને ૫ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જે વિદ્યાર્થીઓ યોગ્ય કારણોસર હાલમાં ચાલી રહેલ ઇન્ટરનલ પરીક્ષા આપી શકેલ નથી, તેમણે તા.૨૬/૦૯/૨૦૨૬, શનિવાર સુધીમાં આધાર-પુરાવા સાથે પોતાની લેખિત અરજી આચાર્યશ્રીની સહી કરાવ્યા બાદ કોલેજના વિદ્યાર્થી શાખામાં જમા કરાવવાની રહેશે. વધુમાં આચાર્યશ્રી દ્વારા મંજુર થયેલ અરજી બાદ સંબંધિત વિદ્યાર્થીઓની રિટેસ્ટ આગામી તા.30/૦૯/૨૦૨૬ અને ૦૧/૧૦/૨૦૨૬ દરમ્યાન લેવામાં આવશે, જેની સર્વે સંબંધિત વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
Sep 22 2026
Exam

Internal repeater (2058-CBCS) test exam sem 1,3,5-25.09.26 & 26.09.26

આગામી તા.25/૦૯/૨૦૨૬ અને તા.૨૬/૦૯/૨૦૨૬ દરમ્યાન સેમેસ્ટર-૧,૩, અને ૫ ના (2058 - CBCS) રીપીટર વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરિક્ષા લેવામાં આવનાર છે.
Sep 17 2026
Notice

SEMESTER 4 AND 6 TERM FEE DATE

હાલ સેમેસ્ટર ૩ અને ૫ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બીજા સત્ર (સેમેસ્ટર ૪ અને ૬)ની સત્ર ફી તા. ૦૨-૧૧-૨૦૨૬ થી ૦૬-૧૧-૨૦૨૬ દરમિયાન ભરી દેવામાં રહેશે. ફી ભરવા બાબતે કોઈ ટેકનીકલ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઉક્ત સમય મર્યાદામાં કોલેજનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ઉક્ત સમય મર્યાદા બાદ ફી સ્વીકારવામાં આવશે નહો જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
Aug 10 2026
Scholarship

નોટીસ :- સ્કોલરશીપ

નોટીસ :- સ્કોલરશીપ
શામળદાસ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાપાત્ર છે તે વિદ્યાર્થીઓને સરકારશ્રીની સ્કોલરશીપની યોજના પૈકી કોઈપણ એક જ સ્કોલરશીપ મળવાપાત્ર હોઈ માત્ર એક જ સ્કોલરશીપ માટે દરખાસ્ત કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે દરખાસ્ત કરશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી તે વિદ્યાર્થીની પોતાની રહેશે.
Jul 31 2026
Notice

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
આથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ, સંચાલિત/સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલ સૂચના તથા માન.કુલપતિશ્રીના આદેશ અનુસાર તા.૧૯/૦૭/૨૦૨૫, શનિવારના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો, સંચાલિત તથા સંલગ્ન કોલેજો અને યુ.જી. તથા પી.જી. ડિપ્લોમા સેન્ટર ખાતે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા/વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે. જેની જાણ વિદ્યાર્થીઓને કરવાની રહેશે.
Jul 24 2026
Notice

GCAT GK CHALLENGE QUIZ 2026 માં ભાગ લેવા બાબત

GCAT GK CHALLENGE QUIZ 2026 માં ભાગ લેવા બાબત
સરકારી વિનયન કોલેજ, તળાજા દ્વારા આગામી તા.૧૦/૦૯/૨૦૨૬ ના રોજ યોજાનાર GCAT GK CHALLENGE 2026 QUIZ માં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા.૩૦/૦૭/૨૦૨૬ સુધીમાં પોતાના નામ વિદ્યાર્થી શાખામાં લખાવી શકે છે. ત્રણ (૩) કરતા વધારે વિદ્યાર્થીઓ હશે તો કોલેજ કક્ષાએ સ્પર્ધા કરીને પસંદગી કરવામાં આવશે.
Jul 24 2026
Notice

સેમેસ્ટર-૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ABC ID ની નોંધણી કરવા બાબત

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની જોગવાઈ મુજબ દરેક વિદ્યાર્થી માટે ABC ID ફરજિયાત છે. સેમેસ્ટર-૧ ના તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી અને નીચે મુજબની કાર્યવાહી પૂર્ણ કરવી. • લોગિન: દરેક વિદ્યાર્થીએ પોતાના સ્ટુડન્ટ ID (Student ID) અને GCAS APPLICATION NUMBER વડે પોર્ટલ પર લોગિન કરવું. (SHAMALDAS ARTS COLLEGE->ONLINE FORM) LINK:- https://samaldasartscollege.org/erp/Default.aspx • ચકાસણી: લોગીન કર્યા બાદ પોતાનો ABC ID ચકાસી લેવો. • ફેરફાર / નવી એન્ટ્રી : 1. જો તમારા ABC ID માં કોઈ ભૂલ અથવા ફેરફાર હોય, તો તેને ફરીથી એન્ટર (Re-enter) કરવો. 2. જો હજુ સુધી ABC ID દાખલ (Enter) કરેલ ન હોય, તો તાત્કાલિક દાખલ કરી દેવો. 3. ABC ID દાખલ કરવાની તારીખ: ૨૪/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ નોંધ: આપેલી સમયમર્યાદા (૨૮/૦૭/૨૦૨૬) બાદ કોઈ ફેરફાર કરી શકાશે નહીં, તેથી સમયસર આ કામગીરી પૂર્ણ કરવી ફરજિયાત છે. ABC ID વિના પરીક્ષા ફોર્મ ભરી શકાશે નહિ જેની નોંધ લેવી.
Jul 23 2026
Event

NSS Registration

સેમ – 1 માં સવાર અને બપોરની સેશનમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને જણાવવાનું કે એન એસ એસ.માં જોડાવવા માટે કૉલેજ વેબસાઈટ પર તેમજ કૉલેજ એપ્લીકેશન પર ઓનલાઈન ફોર્મ ભરી ફોર્મની પ્રિન્ટ તારીખ ૨૪-૭-૨૦૨૬ થી તારીખ ૨૯-૭-૨૦૨૬ સુધીમાં વિદ્યાર્થીશાખામાં જમા કરાવવાના રહેશે.
Jul 15 2026
Event

શારીરિક શિક્ષણ વિભાગ

જે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો આંતર કોલેજની વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ સ્વામી વિવેકાનંદ હોલના મુખ્ય દરવાજાની જમણી સાઈડમાં આવેલ શારીરિક શિક્ષણ વિભાગના નોટીસ બોર્ડ મુકવામાં આવેલ 'આંતર કોલેજની સ્પર્ધાના પસંદગી કાર્યક્રમ' જોઈ લેવો.
Jun 20 2026
Exam

Online Exam From Circular for UG SEM-6 (NEP) Repeaters June-July-Aug-2026 Exam

Online Exam From Circular for UG SEM-6 (NEP) Repeaters June-July-Aug-2026 Exam
Jun 16 2026
Notice

Noon Session Time Table

Noon Session Time Table
Jun 16 2026
Notice

Morning Session Time Table

Morning Session Time Table